લોકસભામાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ ટ્રિપલ તલ્લાકના બિલ પર ડિવિઝનની માગ કરી હતી. ત્યારે રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે,"ટ્રિપલ તલ્લાક બિલથી મુસ્લિમ મહિલાઓની રક્ષા થશે. ભારતીય બંધારણ પ્રમાણે નવુું બિલ લાવવામાં આવશે. તેના વિશેની કાયદાકીય ચર્ચા તો થતી રહેશે. એટલે લોકસભાને કોર્ટ ન બનાવો. આ નારી, ન્યાય અને ગરિમાનો પ્રશ્ન છે તેથી ટ્રિપલ તલ્લાક વખોડી ન નાખો. તેને સમજવાનો પ્રયત્ન કરો.
કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલ્લાકના બિલની હિમાયત કરતાં કહ્યું કે, "અમે અગાઉની સરકારમાં આ બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. પણ તે રાજ્યસભામાં તેને અટકી પડ્યું હતું. તેમણે કહ્યું કે, બંધારણીય પ્રક્રિયા અનુસાર અમે ફરીથી બિલ લઇને આવ્યા છે." જનતાએ આપણને કાનૂન બનાવવા માટે પસંદ કર્યા છે. રહી વાત કાયદા વિશે ચર્ચાની તો એ કોર્ટમાં થતી રહેશે. હાલ લોકસભાને કોર્ટ બનાવવાની જરૂર નથી. મંત્રીએ કહ્યું કે, સવાલ અહીં રાજકારણનો કે ઉપાસનાનો નથી. પણ નારીના ન્યાયનો છે. તેમણે કહ્યું કે, ભારતના બંધારણમાં જણાવ્યું છે કે, "કોઇની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. આથી તે બંધારણની વિરૂદ્ધ નથી, પણ તેમના અધિકારો સાથે જોડાયેલો છે."
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે, "બિલ બંધારણની વિરૂદ્ધ છે. આ બિલથી માત્ર મુસ્લિમ પુરુષોને સજા મળશે. સરકારને ફક્ત મુસ્લિમ મહિલાઓ પ્રત્યે જ સાંત્વના કેમ છે? સરકારને કેરળની હિન્દુ મહિલાઓની ચિંતા કેમ નથી? જો બિલ મુસ્લિમ મહિલાઓના હિતમાં હોય તો શા માટે સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલ્લાકને ગેરબંધારણીય ગણાવ્યું હતું? આ બિલ પછી જે પતિ જેલમાં ગયેલાં પત્નીને ખર્ચ આપવા સરકાર તૈયાર છે ખરી ? આમ, ઔવૈસીએ બિલનો વિરોધ કરી સરકારને પ્રશ્નો કર્યા હતા."