ગુજરાત

gujarat

ETV Bharat / bharat

22 ભારતીય અને 6 UN ભાષાઓમાં ઉપલ્બધ હશે વડાપ્રધાનની આધિકારિક નવી વેબસાઈટ - nationalnews

વડાપ્રધાનની વેબસાઇટમાં ફેરફાર કરવા ભારત સરકારે પ્રસ્તાવ એજન્સીઓ પાસે માંગ્યો છે. જેમાં ભાષાઓની સંખ્યા વધારવી તેમજ ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવશે. પહેલા વડાપ્રધાનની વેબસાઇટ 12 ભાષાઓમાં ઉપલબ્ધ હતી. હવે વડાપ્રધાનની વેબસાઈટ સંયુક્ત રાષ્ટ્રની 6 આધિકારિક ભાષાઓ અને 22 ભારતીય ભાષાઓમાં જોવા મળશે.

PM website
PM website

By

Published : Jul 24, 2020, 10:16 AM IST

નવી દિલ્હી : સરકારે વડાપ્રધાનની અધિકારીક વેબસાઈટને ફરી ડિઝાઈન કરવા માટે એજન્સીઓ પાસે પ્રસ્તાવ માંગ્યો છે. આ વેબસાઈટ સંયુક્ત રાષ્ટ્રની 6 ભાષાઓ અને 22 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હશે. વડાપ્રધાનની વર્તમાન વેબસાઈટ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

સરકારે આ વેબ સાઈટની ડિઝાઈન કરવા માટે કંપનીઓને શોધી રહી છે. જેના માટે નેશનલ ઈ-ગવર્નસ ડિવિઝન તરફથી એક પ્રપોઝલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ડૉક્યુમન્ટ અનુસાર એજન્સી એવી વેબસાઈટ બનાવવા પર ધ્યાન આપવું પડશે, જેની લોકો માટે સરળતા રહે, તેમજ વડાપ્રધાનની ભારતની વાતો દેશી અને વિદેશી ભાષાઓમાં પ્રકાશિત કરી શકે.

જે ભાષામાં વેબસાઈટ ઉપલ્બધ કરવામાં આવનારી છે, તેમાં યૂએનની અધિકારીક 6 ભાષાઓ, અરબી, ચીની, અંગ્રેજી, ફ્રેંચ, રુસી અને સ્પેનિસ સામેલ છે. આ સિવાય જે ભારતીય ભાષાઓ સામેલ કરવામાં આવી રહી છે. તેમાં આસામી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૌથલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓરિયા, પંજાબી, સંસ્કૃત, સંથલી , સિંધિ, તમિલ, તેલુગુ, ઉર્દુ ભાષાઓ સામેલ છે.

નવી વેબસાઈટમાં માત્ર એક જ ઑપ્શનમાં અલગ-અલગ ભાષાઓનો ઑપ્શન મળશે. જેમાં વડાપ્રધાન મોદી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલી પોસ્ટ પણ સામેલ હશે. 30 જુલાઈ સુધીમાં આ પ્રપોજલ આપી શકે છે. 7 ઓગસ્ટ સુધીમાં પ્રોજેક્ટને ફાઈનલ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details