ગુજરાત

gujarat

ETV Bharat / bharat

2022 સુધીમાં સંસદને મળશે નવુ ભવન: ઓમ બિરલા - new-parliament-building-will-be-ready-by-2022-says-ls-speaker

નવી દિલ્હીઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ભારતને આઝાદી મળ્યાના 75 વર્ષ પૂરા થતા હોવાથી 2022 સુધીમાં સંસદના નવા ભવનનું નિર્માણ થઈ જશે.

parliament
2022 સુધીમાં સંસદને મળશે નવુ ભવન: ઓમ બિરલા

By

Published : Dec 14, 2019, 3:47 AM IST

મીડિયા સાથેની વાતચીતમાં ઓમ બિરલાએ જણાવ્યુ હતું કે, આઝાદીના 75 વર્ષની ઉજવણી કરીશું એ વર્ષે સંસદ નવા ભવનમાં મળશે. 2022 સુધીમાં તેના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ જશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.

આ નવું ભવન ક્યાં બનશે તેવા સવાલના જવાબમાં સ્પીકરે જણાવ્યુ હતું કે, સરકાર બે-ત્રણ જગ્યા જોઈ રહી છે. તે પૈકીની કોઈ એક જગ્યાએ આ ભવન બનશે.

તેમણે ઉમેર્યુ હતું કે, નવા સંસદ ભવનમાં અનેક અદ્યત્તન સુવિધાઓ હશે. દરેક સાંસદના ડેસ્ક પર ઓનલાઈન સૂચનાઓ આપી શકાશે.

આ વાતચીત દરમિયાન તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, સંસદ પરિસરમાં ચાલતી કેન્ટીન આગલા સત્ર સુધીમાં બંધ થઈ શકે છે. જેથી આગલા સત્ર સુધીમાં સબ્સીડીવાળી ચ્હા નહીં મળે તેવી શક્યતા દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details