ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણા કેબિનેટનું થયું વિસ્તરણ, 6 કેબિનેટ અને 4 રાજ્યપ્રધાને લીધા શપથ - હરિયાણા સરકાર

ચંડીગઢ: હરિયાણા સરકારની 19 દિવસથી દોડાદોડી બાદ આજે હરિયાણા કેબિનેટનું વિસ્તરણ થયું છે. હરિયાણા રાજભવનમાં 10 પ્રધાનોએ શપથ લીધા છે. જેમાં 6 કેબિનેટ અને 4 રાજ્યપ્રધાન છે. શપથ ગ્રહણ માટે અનિલ વિજ, કંવર પાલ ગુર્જર, મૂળચંદ શર્મા, ઓપી યાદવ, બનવારી લાલ, જેપી દલાલ, રંજીત ચૌટાલાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

new haryana cabinet

By

Published : Nov 14, 2019, 2:34 PM IST

મનોહર લાલ ખટ્ટર સરકારનું વિસ્તરણ

રાજ્યપાલ સત્યદેવ નારાયણે કેબિનેટ પ્રધાનોને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન 6 કેબિનેટ અને 4 રાજ્યપ્રધાનોએ પોતાના પદના શપથ લીધા હતા. આ પ્રધાનોના નામ જેપી નડ્ડા, અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યા હતા. સીએમ ખટ્ટરે રાજ્યના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા સાથે મળી કેબિનેટ વિસ્તરણ પર અગાઉ ચર્ચા કરી હતી. ત્યાર બાદ આજે કેબિનેટનું વિસ્તરણ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details