ભોપાલ: મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આગામી ગણેશ ઉત્સવમાં જાહેર ગણેશ પંડાલો સ્થાપવામાં આવશે નહીં. રાજ્ય સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે લોકોને તેમના ઘરોમાં ભગવાન ગણેશની સ્થાપના કરવા અપીલ કરી છે. આ ઉપરાંત ઈદનો સામૂહિક કાર્યક્રમ પણ નહીં થાય.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇનમાં, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કન્યા પક્ષના 10 લોકો અને વર પક્ષના 10 લોકો જ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.