નવી દિલ્હી : કોરોના રોગચાળા દરમિયાન નેપાળમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં નેપાળમાં ફસાયેલા 500 ભારતીય નાગરિકોને 26 મી મેથી 29 મે સુધી દરરોજ પ્રથમ તબક્કામાં મહારાજગંજ જિલ્લાની સોનૌલી બોર્ડરથી લાવવામાં આવશે. આ તમામ ભારતીય નાગરિકોની નોંધણી સોનૌલી બોર્ડર પર સ્થિત ભારતીય ઇમિગ્રેશનમાં કરવામાં આવશે. જે પછી તેઓને 7 દિવસની ક્વોરેન્ટાઇન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેમના રાજ્યમાં મોકલવામાં આવશે.
નેપાળમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વિદેશ મંત્રાલેય માર્ગદર્શિકા જાહેર કરી - New Foreign Ministry Guidelines released for persons in mahrajganj
લોકડાઉન દરમિયાન નેપાળમાં ફસાયેલા 500 જેટલા ભારતીયોને પરત ભારત લાવવામાં આવશે. જેના માટે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

ભારતના નાગરિકોને લાવવા અને તેમની અન્ય સુવિધાઓને વધુ સારી રીતે સુનિશ્ચિત કરવા ભારત સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ઉજ્જવલ કુમાર અને પોલીસ અધિક્ષક રોહિતસિંહ સજવાન અને જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ સોનૌલી સરહદે પહોંચ્યા હતા અને ઇમિગ્રેશનનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે કહ્યું કે, નેપાળ સરકાર સાથે વાતચીત બાદ વિદેશ મંત્રાલય દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં 26 મેથી 29 મે સુધી પ્રથમ તબક્કામાં 500 ભારતીય નાગરિકોને સોનૌલી બોર્ડરથી ભારત લાવવામાં આવશે. સોનૌલી સરહદ પર સ્થિત ભારતીય ઇમિગ્રેશનમાં જરૂરી કાર્યવાહી કર્યા બાદ તેઓને 7 દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવશે. જે પછી તેઓને ઘર મોકલવામાં આવશે.