ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં નવા બની રહેલા 'જેવર એરપોર્ટ' સાથેની કનેક્ટિવિટી માટે ચાર ઓપ્શન પર વિચારણા કરાઈ

ગૌતમબુદ્ધ નગરમાં બનાવવામાં આવી રહેલા ‘જેવર આંતરરાષ્ટ્રીય ગ્રીન ફીલ્ડ એરપોર્ટ’ સાથે વધુ સારી કનેક્ટિવિટી માટે, યમુના ઓથોરિટીએ કેન્દ્ર સરકારની સંબંધિત સત્તાને ચાર વિકલ્પો આપ્યા છે. મેટ્રો, રેપિડ મેટ્રો, દિલ્હી-મુંબઇ-યમુના એક્સપ્રેસ વે અને પૂર્વીય પેરિફેરલના વિકલ્પો આપવામાં આવ્યા છે. માહિતી આપતાં યમુના ઓથોરિટીના CEOએ જણાવ્યું કે, રેપિડ મેટ્રો શ્રેષ્ઠ વિકલ્પ રહશે અને મુસાફરીનો સમય પણ લગભગ 48 થી 50 મિનિટનો રહેશે. જોકે, રેપિડ મેટ્રોની કિંમત આશરે 8,680 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

દિલ્હીમાં નવા બની રહેલા 'જેવર એરપોર્ટ' સાથેની કનેક્ટિવિટી માટે ચાર ઓપ્શન પર વિચારણા કરાઈ
દિલ્હીમાં નવા બની રહેલા 'જેવર એરપોર્ટ' સાથેની કનેક્ટિવિટી માટે ચાર ઓપ્શન પર વિચારણા કરાઈ

By

Published : Jul 7, 2020, 7:08 PM IST

નવી દિલ્હી: યમુના ઓથોરિટીના CEOએ જણાવ્યું કે, જેવર એરપોર્ટ સાથે સારી કનેક્ટિવિટી માટે, મેટ્રો, રેપિડ મેટ્રો, દિલ્હી-મુંબઇ-યમુના એક્સપ્રેસ વે અને ઇસ્ટર્ન પેરિફેરલના ચાર વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટથી જેવર એરપોર્ટ સુધી કનેક્ટિવિટી માટે પણ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. પહેલા પણ, રેપિડ મેટ્રો માટે એનસીઆરટીસી (નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) ને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જોકે ત્યારે, મતભેદ ઉભા થયા હતા, પરંતુ હવે ફરી એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

દિલ્હીમાં નવા બની રહેલા 'જેવર એરપોર્ટ' સાથેની કનેક્ટિવિટી માટે ચાર ઓપ્શન

આશા છે કે, આમાંથી એક વિકલ્પ ફાઇનલ થશે અને જેવર એરપોર્ટ શરૂ થાય તે પહેલાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ જશે. જો કે, આ સમય દરમિયાન રેપિડ મેટ્રો શ્રેષ્ઠ વિકલ્પ તરીકે માનવામાં આવ્યો છે. રેપિડ મેટ્રોની મદદથી મુસાફરો 48 થી 50 મિનિટમાં જેવર એરપોર્ટ સુધી પહોંચી શકશે. પરંતુ રેપિડ મેટ્રો બનાવવા માટે 8680 કરોડનો એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યો છે.

CEOએ માહિતી આપતા કહ્યું કે, 2023 માં જેવર ઇન્ટરનેશનલ ગ્રીન ફીલ્ડ એરપોર્ટ તૈયાર થઈ જશે, જેમાં 5 મિલિયન પ્રવાસીઓ આવવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, 50 ટકા લોકો તેમના પર્સનલ વાહનનો ઉપયોગ કરશે અને 50 ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે, તેથી અપેક્ષા કરવામાં આવે છે કે, આપેલ વિકલ્પો પર ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે અને આગળની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details