ગુજરાત

gujarat

દિલ્હી હાઈકોર્ટ: વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાળકોના નિવેદન રેકોર્ડ કરવાની માગ કરવા પર નોટિસ ફટકારી

By

Published : Jul 20, 2020, 10:19 PM IST

દિલ્હી હાઈ કોર્ટે દયનીય સંજોગોમાંથી બચાવવામાં આવેલા બાળકોના નિવેદનો રેકોર્ડ કરવા વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરવાની માગ પર દિલ્હી સરકાર અને પોલીસને નોટિસ ફટકારી છે. આ કેસની આગામી સુનાવણી 28 જુલાઈએ હાથ ધરવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટ: બાળકોના નિવેદન અંગેની અરજીની માગ પર નોટિસ ફટકારી
દિલ્હી હાઈકોર્ટ: બાળકોના નિવેદન અંગેની અરજીની માગ પર નોટિસ ફટકારી

નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે દયનીય સંજોગોમાંથી બચાવવામાં આવેલા બાળકોના નિવેદનો રેકોર્ડ કરવા વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરવાની માગ પર દિલ્હી સરકાર અને પોલીસને નોટિસ ફટકારી છે. આ કેસની આગામી સુનાવણી 28 જુલાઈએ હાથ ધરવામાં આવશે.

અરજીમાં માગ કરવામાં આવી હતી કે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ વિભિન્ન ઓથોરિટી પ્રમાણે કાર્યવાહી પૂરી કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરવામાં આવે જેથી સંકટમાંથી આવેલા બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય. ચાઈલ્ડ કેર હોમ પહોંચ્યા પહેલા બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે એવું અરજીમાં કહેવામાં આવ્યું હતું. નીચલી અદાલતોમાં પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યવાહી થઈ રહી છે.

અરજીમાં કહેવામાં આવ્યુંં હતું કે બાળકોનો કોરોના ટેસ્ટ ચાઈલ્ડ કેર સંસ્થામાં કરવામાં આવે જ્યાં તેનેે રાખવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details