ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવી દિલ્હી: દિલ્હીને કોરોનાથી બચાવવા ઉપરાજયપાલે ઉચ્ચ સલાહકાર સમિતિની રચના કરી - દિલ્હીમાં કોરોના વાઇરસની સંખ્યા

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે શુક્રવારે કોરોના મહામારીના સંચાલનના વિવિધ પાસાઓ પર દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સલાહ આપવા માટે એક ઉચ્ચ કક્ષાની નિષ્ણાત સલાહકાર સમિતિની રચના કરી છે.

etv bharat
નવી દિલ્હી: દિલ્હીને કોરોનાથી બચાવવા ઉપરાજયપાલે ઉચ્ચ સલાહકાર સમિતિની રચના કરી

By

Published : Jun 12, 2020, 10:31 PM IST

નવી દિલ્હી: દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે શુક્રવારે કોરોના મહામારીના સંચાલનના વિવિધ પાસાઓ પર દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સલાહ આપવા માટે એક ઉચ્ચ કક્ષાની નિષ્ણાત સલાહકાર સમિતિની રચના કરી છે.

આ નિષ્ણાતો સલાહકાર સમિતિમાં રહેશે

ઉપરાજ્યપાલ દ્વારા સ્થાપિત સલાહકાર સમિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા જાણીતા નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવી છે. સમિતિમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો કૃષ્ણ વત્સ, કમલ કિશોર, આઈસીએમઆર ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ, એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા, ડીજીએચએસના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડો.રવિન્દ્રન અને એનસીડીસી ડાયરેક્ટર ડો.સુજિતકુમાર સિંઘ છે.

કોરોના સંક્રમણથી બચાવમાં નિભાવશે ભૂમિકા

આ નિષ્ણાત સલાહકાર સમિતિ કોરોનાના ફેલાવાને રોકવા અને કોરોના મહામારીને કારણે દિલ્હીમાં ઉદભવતા પડકારોનો સામનો કરવા અને તબીબી માળખાગત સુવિધામાં વધારો કરવાના ઉપાયો અંગે પોતાનો અભિપ્રાય આપશે. આ સમિતિ કોરોના સામે અસરકારક લડત માટે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે લીધેલા શ્રેષ્ઠ પગલાં અને ઉદાહરણો પણ રજૂ કરશે.

ઉપરાજયપાલે કહ્યું કે, વૈશ્વિક મહામારીના પડકારને પહોંચી વળવા માટે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવતા પ્રયાસોમાં વિવિધ એજન્સીઓ વચ્ચે નવીનતમ ટેકનીક કાર્યક્ષમ દેખરેખ અને સમન્વય સંકલનનો ઉપયોગ કરીને કાર્યક્ષમ આયોજન દ્વારા વધારવામાં આવવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details