નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇશરત જહાં દ્વારા તેમની સામે નોંધાયેલા કેસમાં પોલીસને વધુ સમય આપવાનો વિરોધ કરતાં દાખલ કરેલી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ સુરેશ કૈતની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
દિલ્હી હિંસા કેસઃ ઇશરત જહાંની અરજી પર ચુકાદો - New Delhi news
દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇશરત જહાં દ્વારા તેમની સામે નોંધાયેલા કેસમાં પોલીસને વધુ સમય આપવાનો વિરોધ કરતાં દાખલ કરેલી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ સુરેશ કૈતની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
દિલ્હી હિંસા કેસઃ ઇશરત જહાંની અરજી પર ચુકાદો
ગત 7 જુલાઈએ હાઈકોર્ટે દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાને સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવાની મંજૂરી આપી હતી. મહેરાએ કેન્દ્રના સલાહકાર વતી સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઇશરત જહાંની અરજીનો વિરોધ કરતાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જણાવ્યું કે, ચાર્જશીટ ફાઇલ કરવા માટે સમય વધારવાના યોગ્ય કારણો છે.
સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે ઈશરત જહાંની અરજીને રદ કરવા સાથે તેને દંડ કરવાની પણ માગ કરી હતી.