નવી દિલ્હીઃ દિલ્હી સશસ્ત્ર પોલીસ દળના અધિકારીઓના જણાવ્યા મુજબ, હેડ કોન્સ્ટેબલ લલિત કુમાર 17 જૂનથી તેમના ઘરે જ કવોરેંટાઈન હતા. 20 જૂને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે અચાનક તેમની તબિયત બગડતાં તેમને યમુના વિહાર વિસ્તારના પંચશીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ ન્યુ પોલીસલાઈન કિંગ્સ વે કેમ્પના રિઝર્વ ઇન્સ્પેકટર ના રીડર ની પોસ્ટ પર હતા.
દિલ્હીમાં સશસ્ત્ર પોલીસ દળના જવાનનું કોરોનાથી થયું નિધન
કોરોના મહામારીના વધતા સંક્રમણ વચ્ચે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ પર પણ જોખમ વધી રહ્યું છે. દિલ્હીમાં સશસ્ત્ર પોલીસ દળની ટુકડીમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ લલિત કુમારનું કોરોના ને કારણે નિધન થયું હતું.
દિલ્હીમાં સશસ્ત્ર પોલીસ દળના જવાનનું કોરોનાથી થયું નિધન
દિલ્હીમાં ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે સેવા આપતા 1000 થી પણ વધુ જવાનો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાંથી 9ના મૃત્યુ થયા છે.