ગાઝિયાબાદ: IAS ઓફિસર રાની નાગર પર હુમલો કરનાર આરોપીનું નામ વિનાયક મિશ્રા છે. આ આરોપી રાની નાગરના પાડોશમાં જ રહે છે. તે ત્યાં ભાડાના મકાનમાં રહે છે અને કહ્યું કે, રાની નાગરના પરિવાર સાથે શ્વાનને લઈને વિવાદ થયો હતો.
હરિયાણા કેડરની IAS ઓફિસર રાની નાગર અને તેમની બહેન પર હુમલો - હરિયાણા કેડરની આઇ.એ.એસ ઓફિસર
હરિયાણા કેડરની આઇ.એ.એસ ઓફિસર રાની નાગર અને તેમની બહેન પર તેમના ગાઝિયાબાદ આવેલા મકાન પર હુમલો થયો હતો. રાની નાગરના કહેવા પ્રમાણે, હરિયાણામાં ચાલી રહેલા વિવાદને કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે રાની નાગર પર હુમલો કરનાર આરોપીને ઝડપી પાડયો છે.
હરિયાણા કેડરની IAS ઓફિસર રાની નાગર અને તેમની બહેન પર હૂમલો થયો
આરોપીએ વધુમાં જણાવ્યું કે, ઘરમાં રહેલા પાલતું શ્વાન કોઇ કારણ વગર માણસ પર હુમલો કરે છે. આ ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં આરોપી રાત્રે આવીને રોડ પરથી રાની નાગરના ઘર પર હુમલો કરે છે, પરંતુ રાની નાગર બચી જતા તેની બહેન ઉપર હુમલો કરે છે.
રાની નાગરે કહ્યું કે, મારા વિરુદ્ધ કોઈ મોટુ ષડયંત્ર રચાઈ રહ્યું છે. જેથી જ મારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને હરિયાણા વિવાદને લઈને મારા પરિવાર પર હુમલો કરવામાં આવી રહ્યો છે.