નવી દિલ્હીઃ ગાઝિયાબાદમાં પૂર ઝડપે આવી રહેલી ઈકોસ્પોર્ટ ગાડીએ કાબૂ ગુમાવતાં 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં 3 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી.
ગાઝિયાબાદમાં ઈકોસ્પોર્ટ ગાડીએ અડફેટે લેતાં 3ના મોત - રોડ અકસ્માત
ગાઝિયાબાદમાં પૂર ઝડપે આવી રહેલી ઈકોસ્પોર્ટ ગાડીએ 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં 3 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી.
new delhi
ઈન્દિરાપુરમ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, પૂરજોશમાં આવી રહેલી ઈકોસ્પોર્ટ ગાડી 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં ત્રણેય લોકોના મોત થયા છે. મરનારમાં એકનું નામ સોનુ અને અશોક છે અને તેઓ ઈન્દિરાપુરમમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્રીજા સગીરની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે, ગાડી પર મંત્રાલયનું સ્ટિકર લગાવેલું છે. જેથી આરોપી રાજકીય વગ ધરાવતો હોવાની વાતો ચર્ચાનું કેન્દ્ર બની છે.