નવી દિલ્હી: સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. આ ઘટનાની માહિતી મળતાં 7 ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના સમયે ત્યાં કોઇ હાજર હતું નહીં.
સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે લાગેલી આગ પર કાબૂ, કોઇ જાનહાની નહીં - parliament news
સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. આ આગમાં 7 ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે લાગી આગ પર કાબૂ, કોઇ જાનહાનિ નહી
ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે સાડા સાત વાગ્યે સંસદની એનેક્સ બિલ્ડિંગમાં આગ લાગવાનો ફોન આવ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતાં ફાયરની 7 ગાડીઓને સ્થળ ઉપર મોકલી દેવામાં આવી હતી. જેણે તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી.
આ આગ છઠ્ઠા માળે લાગી હતી, જ્યારે કર્મચારીઓએ આ આગ જોઇને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.