નવી દિલ્હી: રાજધાનીમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસ રોજ નવા-નવા રેકોર્ડ બનાવે છે. દિલ્હીમાં કોવિડ-19ના પોઝિટિવ કેસનો આંક 62 હજારથી પણ વધી ગયો છે. કોરોનાના કેસ મામલે દિલ્હીએ તમિલનાડુને પણ પાછળ છોડી દીધું છે.
દિલ્હીમાં કોરોનાના કેસ 62 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં નવા 2909 કેસ નોંધાયા - રાજધાની દિલ્હી
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંકડો 62 હજારને પાર પહોચ્યો છે. ગત 24 કલાકમાં 2909 નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 2233 લોકોના મોત થયા છે.
new delhi Corona
છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 2909 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 62,655 પર પહોચી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 58 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે દિલ્હીમાં કુલ મૃત્યુઆંક 2233 પર પહોચ્યો છે. દિલ્હીમાં કોરોનાના કુલ 23,820 એક્ટિવ કેસ છે.