ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવી દિલ્હીઃ ચેન્નઈના કસ્ટમ વિભાગે 6 લાખના ડ્રગ્સની ગોળીઓ જપ્ત કરી - Chennai Customs Intelligence

ચેન્નઈ કસ્ટમ ઈન્ટેલિજન્સે બાતમીના આધારે નેધરલેન્ડથી આવેલા 2 કેરિયરને જપ્ત કરી તેમાંથી 6 લાખની 131 નશીલા પદાર્થની ટેબ્લેટસ, 25 LSD સ્ટેમ્પ અને 15 ગ્રામ MDM ઝડપી પાડ્યો છે.

નવી દિલ્હીઃ ચેન્નઈના કસ્ટમ વિભાગે 6 લાખના ડ્રગ્સની ગોળીઓ પકડી
નવી દિલ્હીઃ ચેન્નઈના કસ્ટમ વિભાગે 6 લાખના ડ્રગ્સની ગોળીઓ પકડી

By

Published : Jul 19, 2020, 10:08 PM IST

નવી દિલ્હી: ચેન્નઈ કસ્ટમ ઈન્ટેલિજન્સે બાતમીના આધારે નેધરલેન્ડથી આવેલા 2 કેરિયરને જપ્ત કરી તેમાંથી 6 લાખની 131 નશીલા પદાર્થની ટેબ્લેટસ, 25 LSD સ્ટેમ્પ અને 15 ગ્રામ MDM ઝડપી પાડ્યો છે.

દિલ્હીના કસ્ટમ પ્રવક્તાએ જણાવ્યુ કે, કસ્ટમ આધિકારીઓને આ પાર્સલમાં નારકોટિક્સ પદાર્થ હોવોની શંકા પડી હતી. શંકા જતા અધિકારીઓએ પાર્સલ જપ્ત કરીને તેમની તપાસ કરી હતી. તપાસ દરમિયાન 31 કોકાકોલાના નિશાન વાળી ટેબ્લેટસ, 25 LSD સ્ટેમ્પ અને 6 ગ્રામ MDM ઝડપી પાડ્યો હતો.

કસ્ટમ અધિકારીઓએ આ નશીલા પદાર્થ વાળી ટેબ્લેટસને NDPS એક્ટ 1985 હેઠળ જપ્ત કરી છે. બન્ને પાર્સલ અલગ-અલગ વ્યકિતઓના નામ પર છે. તેથી કસ્ટમ અધિકારીઓએ બન્ને વ્યક્તિઓની ધરપક્ડ કરી છે અને પુછપરછ કરીને તે બન્નેના કામ અંગેની જાણકારી મેળવી છે.

ABOUT THE AUTHOR

...view details