ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારને ગ્રીન ઝોન જાહેર કરાયો - Contentment zone of delhi

જૂની દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ટીન શેડને આજે દૂર કરવામાં આવ્યા છે. કોરોના કેસ સામે આવ્યા બાદ 10 એપ્રિલથી આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. ડીએમના આદેશ બાદ આજે રવિવારે આ સ્ટેશન વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાંથી ટીન શેડ દૂર કરવામાં આવ્યા છે.

દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારને ગ્રીન ઝોન જાહેર કરાયો
દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારને ગ્રીન ઝોન જાહેર કરાયો

By

Published : Jun 7, 2020, 4:55 PM IST

નવી દિલ્હી: જૂની દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ટીન શેડને આજે દૂર કરવામાં આવ્યા છે. કોરોના કેસ સામે આવ્યા બાદ 10 એપ્રિલથી આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. ડીએમના આદેશ બાદ આજે આ સ્ટેશન વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાંથી ટીન શેડ દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારને ગ્રીન ઝોન જાહેર કરાયો છે.

જે વિસ્તારોમાંથી ટીન શેડને દૂર કરવામાં આવ્યા છે. તેમાં, ચૂડી વાલન ચોક, દુજાના હાઉસ ચોક, ચોક સડક પ્રેમ નારાયણ, સબઝી મંડી, દિલ્હી ગેટ, વર્ધમાન પ્લાઝા, ડીડીએ ફ્લેટ્સ, શંકર ગલ્લી, સીતા રામ બજાર, ફૂલ મંડી સ્કૂલ, ગલી કેપ્ટન વાલી વગેરે સામેલ છે.


આજે રવિવારે ડીએમના આદેશ બાદ સ્થાનિક ધારાસભ્ય શોએબ ઇકબાલ, દિલ્હી ગેટ વોર્ડના કોર્પોરેટર આલે મોહમ્મદ ઇકબાલ તેમની ટીમ સાથે ટીન શેડને હટાવવાની પ્રક્રિયામાં મદદ કરવા પહોંચ્યા હતા. આ પ્રક્રિયાને જોવા લોકો એકઠા થયા હતા.

માહિતી મુજબ, ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારને 10 એપ્રિલથી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટીન શેડ મૂકીને આ વિસ્તારના તમામ એન્ટ્રી પોઇન્ટ બંધ કરાયા હતા.હવે જ્યારે આ વિસ્તારને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અહીં પણ વ્યવસાયિક પ્રવૃત્તિઓ અન્ય ક્ષેત્રની જેમ ફરી શરૂ થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details