નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ગઈકાલથી ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. પહેલાં જ્યારે આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, ત્યાં હવે અતી વરસાદના કારણે આપત્તિ સાબીત થઇ રહ્યો છે. આવી જ દુર્ઘટના દિલ્હીના મુલતાન નગરના હરિસિંહ પાર્ક વિસ્તારમાં જોવા મળી હતી. જ્યાં ગુરુવારે સવારે 5 વાગ્યે એક મકાન ધરાશાયી થતાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે મહિલાની હાલત ગંભીર છે.
દિલ્હીમાં ભારે વરસાદ, મકાન ધરાશાયી થતા પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત
દિલ્હીના પશ્ચિમ વિહાર નજીક મુલતાન નગરના હરિસિંહ પાર્ક વિસ્તારમાં ગુરુવારની સવારે પાંચ વાગ્યે એક મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એક મહિલાની હાલત ગંભીર છે. સત્તત વરસાદના કારણે આ અકસ્માત બન્યો હોવાનું સામે આવ્યું છે.
આ વરસાદને કારણે લોકો પાણી ભરાવાની સમસ્યા સામે લડી રહ્યાં હતા, ત્યારે હરિસિંહ પાર્કમાં રહેતા પરિવાર માટે મુશ્કેલીમાં વધારો થયો હતો. સવારે પાંચ વાગ્યાની આસપાસ ઘર તૂટી પડ્યું હતું. જેમાં પરિવારના 3 લોકો કાટમાળ નીચે દટાયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જેમાં એક મહિલા ગંભીર છે. આ ઘટના બાદ પડોશીઓએ ઘણી મદદ કરી હતી. જોકે પોલીસને ઘટનાની જાણ થતા સમયસર પહોંચી હતી.
પરિવારમાં કુલ 8 લોકો રહતા હતાં. જ્યારે મકાન ધરાશાઇ થતા 5 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, ત્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાથી એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. મળતી માહિતી મુજબ, તેનું મકાન 40 વર્ષ જૂનુ હતું અને સત્તત વરસાદના કારણે ધરાશાઇ થયું છે.