નવી દિલ્હીઃ શાહદરા જિલ્લાના આનંદ વિહાર વિસ્તારમાં આવેલા 4 માળના મકાનમાં આગ લાગી છે. આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આનંદ વિહાર વિસ્તારના C બ્લોકની 4 માળની બિલ્ડિંગમાં બપોરે 1:00 વાગ્યે આગની જાણ થઈ હતી.
નવી દિલ્હીઃ આનંદ વિહારમાં આવેલી 4 માળની બિલ્ડિંગમાં આગની ઘટના - નવી દિલ્હી
શાહદરા જિલ્લાના આનંદ વિહાર વિસ્તારમાં આવેલા 4 માળના મકાનમાં આગ લાગી છે. આનંદ વિહાર વિસ્તારના C બ્લોકની 4 માળની બિલ્ડિંગમાં બપોરે 1:00 વાગ્યે આગની જાણ થઈ હતી. જાણવા મળ્યુ છે, કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે.
નવી દિલ્હીઃ આનંદ વિહાર દિલ્હીમાં આવેલી 4 માળની બિલ્ડિંગમાં લાગી ભારે આગ
માહિતી મળ્યા બાદ આશરે અડધો ડઝન ફાયર ટેન્ડર સ્થળ પર મોકલી દેવાયા હતા.આ આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ છે, આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ આગમાં બિલ્ડિંગના ઉપરના બે માળ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયા હતા.
4 માળની બિલ્ડિંગના બેસમેંટ ડોક્ટરનું ક્લિનિક છે, ક્લિનિકને કોઈ નુકસાન થયું નથી ત્રીજો અને ચોથો માળ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આગ્નિનું કારણ સ્પષ્ટ થયું નથી. જાણવા મળ્યુ છે, કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે.