ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં આઠ જૂનથી આંશિક સુનાવણી શરૂ થશે

દિલ્હી હાઈકોર્ટે 8 જૂનથી આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટરમાં આંશિક કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય દિલ્હી હાઇકોર્ટની આર્બિટ્રેશન કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

delhi
delhi

By

Published : Jun 5, 2020, 7:50 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે 8 જૂનથી આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટરમાં આંશિક કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય દિલ્હી હાઇકોર્ટની આર્બિટ્રેશન કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

વીડિયો કોન્ફ્રેન્સિગ દ્વારા થશે સુનાવણી

ન્યાયાધીશ જે.આર.મિધાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લીધા બાદ નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરને હજી સુનાવણી રૂમમાં પ્રવેશવાની મંજૂર આપવામાં આવી નહોતી. જો કે, પક્ષકારોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

Cisco Webex પ્લેટફોર્મ પર થશે સુનાવણી

બેઠકમાં જાહેર કરેલા સૂચનોમાં જણાવાયું છે કે, સુનાવણી માટે diac-dhc@nic.in અથવા delhiarbirtationcentre@gmail.com પર અરજી મોકલી શકાય છે. પહેલાથી ચાલી રહેલા આર્બિટ્રેશનમાં દસ્તાવેજ અને આવેદન આર્બિટ્રેટરને ઈ-મેઈલ દ્વારા મોકલી શકાય છે. આર્બિટ્રેટર પક્ષકારો Cisco Webex પ્લેટફોર્મ પર સુનાવણી કરશે. આર્બિટ્રેશન બાદ આર્બિટ્રેટર પોતાનો આદેશ ડિઝિટલ હસ્તાક્ષર જાહેર કરી શકે છે.

દલીલોની વીડિયો ક્લિપ મોકલી શકાય છે

આર્બિટ્રેશનની કાર્યવાહીમાં જે વકીલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં ભાગ લઈ શકતા નથી. તેથી તેમના મોબાઈલમાં વીડિયો ક્લિપ બનાવીને ઈ-મેઈલ અથવા વ્હોટસ એપથી મોકલી આપ્યો હતો. વીડિયો કોંન્ફેન્સરિંગ દ્વારા સાક્ષીઓની રિકોર્ડિંગ કરવામાં આવશે. પરંતુ તેની માટે પક્ષકારો અને વકીલોની સહમતિ જરૂરી રહેશે.

ABOUT THE AUTHOR

...view details