ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક સરકારમાંથી 13 ધારાસભ્યોના રાજીનામા બાદ સરકાર અલ્પમતમાં આવે તેવી શક્યતા ! - MLA

કર્ણાટક: કર્ણાટકમાં કુમારસ્વામીની ગઠબંધનવાળી સરકાર પર સંકટ આવી પડ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો કર્ણાટક સરકારમાંથી 13 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, જેમાં 10 કોંગ્રેસના અને JDSના 3 ધારાસભ્યો છે. આ તમામે વિધાનસભા અધ્યક્ષના સેક્રેટરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામા આપનારા 10 ધારાસભ્યોને શનિવારના રોજ મુંબઈ લઈ જવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડાના નિવાસ સ્થાને નેતાઓના ટોળે ટોળા મળવા પહોંચ્યા હતાં.

Goverment

By

Published : Jul 6, 2019, 2:29 PM IST

Updated : Jul 7, 2019, 4:14 PM IST

કોંગ્રેસ નેતા અને કર્ણાટક સરકારમાં પ્રધાન ડીકે શિવકુમાર પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડાના નિવાસ સ્થાને પર મુલાકાત કરી અને સ્થિતિ પર ચર્ચા કરી હતી. કોંગ્રેસ નેતા એચ.ડી રેવાત્રા, ડી કુપેન્દ્રા રેડ્ડી, એચ.કે કુમાર સ્વામી અને ડીસી તમન્ના પણ દેવગૌડાને મળવા પહોચ્યા હતા.

મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન

સિદ્વારમૈયાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, આ બધા પાછળ ભાજપનો હાથ છે. આ ઓપરેશન કમાલ છે...બધુ બરાબર છે. કોઈ ડરવાની જરૂર નથી. સરકાર યથાવત રહશે, સરકાર પડવાનું કોઈ જોખમ નથી.

નેતાઓની પ્રતિક્રિયા

ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.એસ યેદિયુરપ્પાએ કહ્યું કે, અન્ય પાર્ટીઓ બની રહેલી ઘટનાઓથી મારું અને મારી પાર્ટીનું કંઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે, મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે સાભળ્યું કે, કોંગ્રેસ અને JDSના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. યેદિયુરપ્પાએ કહ્યું કે, હું, તુમકુર જઈ રહ્યો છુ. અને ચાર વાગ્યા સુધીમાં પાછા આવીશ. રાહ જૂઓ નથી જોવો. હુ આ મામાલે કોઈ પણ રીતે જોડાયેલો નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમની મુખ્ય પ્રધાન બનવાની અટકળો પર કહ્યું કે, તેઓ આ વિશે કશું નથી જાણતા. વધુમાં તેમણે કહ્યું કે, ગઠબંધનથી સરકાર ચાલે છે. ખોટી માહિતી મીડિયા સામે લાવવામાં આવી રહી છે. તેનું હેતું ફક્ત ભટકાવવાનો છે.

બીએસ યેદીયુરપ્પાનું નિવેદન

આ મામલે સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેઓ 5-6 ધારાસભ્યોની સાથે વાતચીત કરી રહ્યા છે. બધી જાણકારી નથી આપી શકતા. વધુમાં તેમણે કહ્યું કે, મારા પ્રતિ વફાદાર નથી, પરંતુ પાર્ટી માટે વફાદાર હોવું જરૂરી છે.

કર્ણાટક પર આવી પડેલા સંકટને જોઇને કોંગ્રેસ મહાસચિવ કેકે વેણુગોપાલ કર્ણાટર માટે રવાના થઇ ગયા છે. 13 ધારાસભ્યોના રાજીનામા વિધાનસભા સ્પીકરને મોકલવામાં આવ્યા છે. પરંતુ સ્પીકર ગૃહમાં હાજર નથી. જે 13 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમાંથી 10 કોંગ્રેસ 3 JDSના ધારાસભ્યો છે. કર્ણાટકના ઉપમુખ્યપ્રધાન જી પરમેશ્વરે કર્ણાટક સરકાર પર વધી રહેલા સંકટને લઇને બધા જ ધારાસભ્યો અને નગર સેવકોની તાત્કાલિક મીટિંગ બોલાવી છે.

કોંગ્રેસ અને JDSના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં રાજનૈતિક ચર્ચાઓ વધી ગઇ હતી. સરકાર બનીને એક વર્ષ પણ પુરુ નથી થયુ અને 13 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.

સિદ્ધારમૈયાનું નિવેદન

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વિજયનગરના ધારાસભ્ય આનંદ સિંહ અને ગોક્કે રાજેશ જરકીહોલીએ પોતાની વિધાનસભાની સદસ્યતા પહેલા જ રાજીનામું આપી દીધુ હતું. આ બંન્ને રાજીનામા બાદ કર્ણાટક સરકાર પાસે 77 ધારાસભ્યો હતા જેમાંથી JDSમાં 37 ધારાસભ્યો બચ્યા હતા.

નોંધનીય છે કે, કર્ણાટક વિધાનસભામાં કુલ 225 બેઠકો છે. જેમાંથી કોંગ્રેસ-JDS ગઠબંધનની પાસે 118 ધારાસભ્ય છે. આ બેઠકોનો આંકડો બહુમતથી પાંચ બેઠકો વધારે છે. કોંગ્રેસના 78 ધારાસભ્યો છે. અને જેડીએસના 37 ધારાસભ્યો છે. ત્રણ અન્ય પાર્ટીઓમાંથી છે. વિપક્ષમાં ભાજપ છે, જેની પાસે 105 ધારાસભ્યો છે.

Last Updated : Jul 7, 2019, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details