ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં 2520 નવા પોઝિટિવ કેસ નોંધાયા - Corona cases reported in Delhi in 24 hours

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 2520 નવા કેસ સામે આવતા જાણે કોરોના વિસ્ફોટ સર્જાયો હોય તેમ દર્દીઓની કુલ સંખ્યા 94 હજાર 695 થઇ ગઇ છે.

દિલ્હીમાં કોરોના વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં 2520 નવા પોઝિટિવ કેસ
દિલ્હીમાં કોરોના વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં 2520 નવા પોઝિટિવ કેસ

By

Published : Jul 3, 2020, 10:41 PM IST

નવી દિલ્હીઃ વર્તમાનમાં દિલ્હીમાં 26,148 એક્ટિવ કેસ સામે આવ્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 2520 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે દિલ્હીમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 59 લોકોના મોત થયા છે. આ સાથે દિલ્હીમાં કોરોના મૃતકોની સંખ્યા 2923 થઇ ગઇ છે.

તો બીજી તરફ દિલ્હીમાં 2617 લોકો છેલ્લા 24 કલાક દરમિયાન સ્વસ્થ પણ થયા છે. 65, 624 લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સ્વસ્થ થયા છે.

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન માં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 24165 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન RT PCR દ્વારા 10577 ટેસ્ટ અને 13588 એન્ટી જન ટેસ્ટ થયા છે.

ABOUT THE AUTHOR

...view details