ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું કોરોના વાઈરસ સૂર્યપ્રકાશ અને ભેજથી મરી શકે છે? અમેરિકન રિસર્ચનો નવો દાવો - covid-19

શું કોરોના વાઈરસ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં મરી જશે? યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક નવા સંશોધન વિશે વાત કરતા કહ્યું કે, ગરમ અને ભેજવાળા વાતાવરણમાં કોરોના વાઈરસ ખૂબ અસરકારક નથી. સૌ પ્રથમ આ ખતરનાક વાઈરસનો હવામાનના પરિવર્તન પર કોઈ અસર નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદથી આ વિષય પર ચર્ચા ચાલુ છે.

new claim on corona research
coronavirus : શું કોરોના વાઈરસ સૂર્યપ્રકાશ અને ભેજથી મરી શકે છે? અમેરિકન રિસર્ચનો નવો દાવો...

By

Published : Apr 24, 2020, 5:29 PM IST

ન્યૂઝ ડેસ્ક : શું કોરોના વાઈરસ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં મરી જશે? યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક નવા સંશોધન વિશે વાત કરતા કહ્યું કે, ગરમ અને ભેજવાળા વાતાવરણમાં કોરોના વાઈરસ ખૂબ અસરકારક નથી. સૌ પ્રથમ આ ખતરનાક વાઈરસનો હવામાનના પરિવર્તન પર કોઈ અસર નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદથી આ વિષય પર ચર્ચા ચાલુ છે.

ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, કોરોના વાઈરસ ઠંડા વાતાવરણ કરતા ગરમ અને ભેજવાળા વાતાવરણમાં જલ્દી મરી શકે છે. ટ્રમ્પે આ નિવેદન યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડીએચએસ)ના એક અહેવાલને ટાંકીને આપ્યું છે.

શું કોરોના વાઈરસ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં મરી જશે?

ડીએચએસ અહેવાલને ટાંકતા પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, કોરોના વાઈરસ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં તેની અસરકારકતા ઘટી શકે છે. ઠંડા વાતાવરણમાં વાઈરસ લાંબા સમય સુધી જીવે છે. વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ડીએચએસ વૈજ્ઞાનિકોએ એક અહેવાલ બહાર પાડ્યો છે, જેનો વિગત છે કે વાઈરસ જુદા જુદા તાપમાન, હવામાન અને સપાટી પર કેવી પ્રતિક્રિયા આપે છે. યુરોપિયન દેશોની તુલનામાં, એશિયન દેશોમાં કોરોના વાઈરસની અસર ઓછી છે.

શું ભારતમાં પણ વાઈરસની અસર ઓછી હશે?

ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ ખતરનાક વાઈરસ ઠંડા વાતાવરણમાં લાંબુ જીવી શકે છે. તે જ સમયે, તે ગરમ અને ઉચ્ચ ભેજવાળા વાતાવરણમાં લાંબુ જીવી શકશે નહિ. જો તમે આ સંશોધનને ભારત સાથે જોડશો, તો આવનારા મહિનાઓમાં ગરમી વધશે અને ભેજ પણ વધશે. આનો અર્થ એ કે ભારતમાં આગામી દિવસોમાં વાઈરસની અસર જાતે જ ઘટશે, અને તે મરી પણ શકે છે, આ ફક્ત સંભાવનાઓ કહી શકાય.

ગરમીમાં કોરોના વાઈરસનું ઝડપથી મોત થાય છે?

ટ્રમ્પને ટેકો આપતા ડીએચએસના વૈજ્ઞાનિકો અને ટેકનોલોજી ડિરેક્ટોરેટના વડા બિલ બ્રાયને કહ્યું હતું કે, કોરોના વાઈરસ જ્યારે ગરમ અને ભેજવાળા વાતાવરણના સંપર્કમાં આવે છે ત્યારે ઝડપથી મૃત્યુ પામે છે. તેમણે કહ્યું કે, વાઈરસ તડકામાં જલ્દીથી મરે છે. તેમણે એમ પણ કહ્યું કે, આઇસોપ્રોપીલ આલ્કોહોલ વાયરસને 30 સેકંડમાં મારી નાખશે.

બિલ બ્રાયને ધ્યાન દોર્યું હતું કે, હું કેટલીક સંભાવનાઓ વિશે કહેવા માંગું છું, જે અમને લાગે છે કે મહત્વપૂર્ણ છે. આજનું અમારું સૌથી મહત્વનું અવલોકન એ છે કે સૂર્યપ્રકાશમાં વાઈરસ સપાટી પર હોય કે અને હવામાં હોય બંને જગ્યાએ મરે છે. તેમણે કહ્યું કે, આપણે તાપમાન અને ભેજમાં સમાન અસરો જોવી જોઈએ. અમે તાપમાન અને ભેજ બંનેમાં વધારો કરી રહ્યાં છીએ, જે સામાન્ય રીતે વાઈરસ માટે ઓછું અનુકૂળ છે.

વિશ્વભરમાં 26 લાખ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, ફક્ત યુ.એસ.માં કોરોનાના 8,60,000 કેસો થયા છે અને 49,759 લોકો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજારથી વધુ પહોંચી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details