લખનઉઃ ઉત્તર પ્રદેશના જનપદ પીલીભીતથી જોડાયેલી ભારત નેપાળ બોર્ડરની 'નો મેન્સ લેન્ડ' જમીન પર નેપાળે ગેરકાયદે માર્ગ નિર્માણનું કામ ચાલુ કર્યું છે. જેનાથી હડકંપ મચ્યો છે. પીલીભીતના જિલ્લા અધિકારી વૈભવ શ્રીવાસ્તવ સહિત બધા જ અધિકારીઓએ ઘટનાસ્થળે જઇને માર્ગ નિર્માણ કાર્યને અટકાવ્યું હતું.
નેપાળની નાપાક હરકત, ભારત-નેપાળ બોર્ડર નજીક ગેરકાયદે રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું - પીલીભીત
ઉત્તર પ્રદેશના જનપદ પીલીભીતથી જોડાયેલી ભારત-નેપાળ બોર્ડરની 'નો મેન્સ લેન્ડ' જમીન પર નેપાળે ગેરકાયદે માર્ગ નિર્માણનું કામ ચાલુ કર્યું છે. જેનાથી હડકંપ મચ્યો છે.
નેપાળ સતત પોતાની નાપાક હરકતોને લઇને પુરા વિશ્વમાં ચર્ચામાં રહે છે. નેપાળ ભારતની સીમા પર ગેરકાયદે કબ્જો કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના જનપદ પીલીભીતનો એક ભાગ નેપાળ સાથે જોડાયેલો છે. પીલીભીતના ભારત નેપાળ બોર્ડર વચ્ચે નો મેન્સ લેન્ડ જમીન છે. જો કે, થાના હજારા વિસ્તારના કંપોજ નગરના 49 કંપની ક્ષેત્રમાં નેપાળીઓ દ્વારા હૂલાલી રાજમાર્ગ પર નેપાળના પચવી ગામના કિનારે ભારત નેપાળ પિલર 38થી 39 વચ્ચે રાધવપુરી ગામના કિનારે સીમા પર નેપાળે માર્ગ નિર્માણ શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ જગ્યા પર કોઇપણ રીતનું નિર્માણ કાર્ય કરવામાં આવી શકે નહીં, જેની જાણકારી જિલ્લાના અધિકારીને પણ મળી હતી. જે બાદ ઘટનાસ્થળે જિલ્લા અધિકારી તેમજ પોલીસ અધિક્ષક પોતાના કાફલા સાથે ભારત નેપાળ બોર્ડર પર પહોંચીને નેપાળ દ્વારા બનાવવામાં આવી રહેલા માર્ગનું નિર્માણ કાર્ય રોક્યું હતું.