કાઠમાંડૂ : નેપાળના કેબલ ટેલિવિઝન પ્રૉવાઈડર્સે જણાવ્યું કે, દેશમાં દૂરદર્શનને છોડી ભારતીય સમાચાર ચેનલો માટે સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય નેપાળ સરકારનો નથી. આ સમગ્ર માહિતી વિશે નેપાળ સરકાર તરફથી કોઈ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. નેપાળના કેબલ ઑપરેટરોએ ભારતીય ન્યૂઝ ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. રસપ્રદ વાત એ છે કે, પ્રતિબંધ માત્ર સમાચાર ચેનલ માટે છે મનોરંજન ચેનલ માટે નહી.
એક અધિકારીએ ઈટીવી ભારતને જણાવ્યું કે, માત્ર કેબલ ઑપરેટરોનું માનવું છે કે, ભારતીય ટેલીવિઝન પર રજુ થનારા સમાચાર નેપાળ સરકાર, નેપાળી લોકો અને સંસ્કૃતિનું અપમાન કરે છે. અમારા નકશાનું સન્માન કરતા નથી. નેપાળના મોટાભાગના લોકોની ભાવના એ છે કે, ભારત અમારા પ્રત્યે ભાઈચારાનુ વલણ રાખે છે. તેમણે કહ્યું કે, બની શકે કે, સરકારે દબાવમાં આવી આ પગલું લીધું હોઈ શકે.
નેપાળી મીડિયાએ જણાવ્યું કે, સરકારના પ્રવકતા ડૉ. યુવરાજ ખાતિવાજાએ એક સંવાદદાતા સંમેલનમાં જોહેરાત કરી હતી કે, સરકાર ભારતીય માધ્યમો સામે રાજકીય અને કાનૂની પગલાં લેશે. ભારતીય મીડિયા દ્વારા નેપાળ વિશે ફેલાયેલી ખોટી માહિતીને રોકવી પડશે.