નવી દિલ્હીઃ બિહારના કિશનગંજમાં ભારત-નેપાળ સીમા નજીક નેપાળ પોલીસના કર્મચારીએ ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે 3 ભારતીય નાગરિકો ઉપર ફાયરિંગ થયું હતું.
બિહારના કિશનગંજમાં નેપાળ પોલીસે કર્યું ફાયરિંગ, એક નાગરિક ઘાયલ - કિશનગંજ ન્યૂઝ
નેપાળ પોલીસ દ્વારા ભારતીય લોકો પર ફાયરિંગ કરવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નાગરિક ઘાયલ થયો હોવાની માહિતી મળી છે.

પોલીસે ફાયરિંગ કર્યાની ઘટના
કિશનગંજના પોલીસ અધિક્ષકે આ ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે, નેપાળ પોલીસ કરાયેલા ફાયરિંગમાં એક ભારતીય નાગરિક ઘાયલ થયો છે.
પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું કે, તે ભારતીય નાગરિકને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. ઉપરાંત આ સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે.