કાંઠમાંડૂ: વડાપ્રધાન કે પી શર્મા ઓલીના વિવાદીત નિવેદન માટે સત્તારુઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ તેમના રાજીનામાની માંગ કરી છે. ઓલીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, નેપાળની નવી રાજનીતિક માનચિત્રના પ્રકાશન બાદ તેમને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
નેપાળમાં વડાપ્રધાન ઓલીના રાજીનામાની માંગ, કમ્યુનિસ્ટ પાર્ટીએ મોરચો ખોલ્યો - gujaratinews
નેપાળના વડાપ્રધાનના નિવાસસ્થાન બલુવતારમાં સત્તારુઢ દળની શક્તિશાળી સ્થાયી સમિતિની બેઠક શરૂ થતાં જ પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'એ તેમની ટિપ્પણી માટે ઓલીની ટીકા કરી હતી.
Nepal PM
બાલૂવાટરમાં વડાપ્રધાનના અધિકારિક આવાસ પર સત્તારુઢ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક શરુ થતાં પૂર્વ વડાપ્રધાન પુષ્ય કમલ દહલ પ્રચંડે વડાપ્રધાને કરેલી ટિપ્પણીની ટીકા કરી તેમણે કહ્યું કે, ભારત તેમને દુર કરવાનું શ્રડયંત્ર કરી રહ્યું છે. વડાપ્રધાને આપેલા આવા નિવેદનથી પડોશી દેશની સાથે અમારો સબંધ ખરાબ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, આવુ પ્રથમ વખત નથી કે, નેપાળના વરિષ્ઠ નેતાઓએ ઓલીને રાજીનામું આપવા કહ્યું છે. આ પહેલા પણ ઓલીના પદ્દ પરથી રાજીનામું આપવાનું કહ્યું હતું.