કાઠમાંડૂઃ નેપાળના સિંઘુપાલકચોક જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસતા પૂરની સ્થિતી સર્જાઈ હતી. જેમાં અનેક લોકોના મકાન તણાઈ ગયા હતા. તે દરમિયાન એક બાળક સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે 18 લોકો ગૂમ થયા છે.
આ ઘટના જિલ્લાના અરાનિકો રાજમાર્ગ પર થઈ હતી. જ્યાં સ્થાનિય જળ સ્ત્રોતોમાં પાણી સ્તર વધી ગયું હતું.
એક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, બે લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. જ્યારે બહરાબાઈસ નગરપાલિકાના વિસ્તારમના જમ્બૂમાં જળ સપાટી વધતાં ઓછામાં ઓછામાં 18 લોકો ગૂમ થયા છે.
મળતી માહિતી પ્રમાણે, 20 વર્ષીય મૃતકનું નામ બાસનેટ અને તેની ત્રણ વર્ષની દીકરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં અન્ય 3 ઈજાગ્રસ્ત લોકોને હેલીકોપ્ટર દ્વારા કાઠમાંડૂ લાવવામાં આવ્યાં હતા.
આ દરમિયાન નેપાળ મોસમ વિજ્ઞાન વિભાગે આગામી ત્રણ દિવસ સુઘી મૂશળધાર વરસાદની આગાહી કરી હતી.