નેપાળના આ બેશરમ કૃત્ય અંગે કેવી પ્રતિક્રિયા આપવી, ગુસ્સાથી, તિરસ્કારથી અથવા ઉદાસીનતાથી, તે અંગે નવી દિલ્હી મુજવણમાં હતું. ચીન સાથેની સરહદ સંબંધિત તકરાર ચાલી રહી છે. ત્યારે નેપાળનું આ કૃત્ય નવી દિલ્હી માટે વધારે ઉશકેરણજનક હતું. ચીનના સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ની નજીક જ ખસેડાયા નહોતા, પરંતુ ભારત તેની સીમાઓનું રક્ષણ કરી શકે છે કેમ તેની કસોટી કરવામાં આવી રહી હતી . 15 જૂનના રોજ શું બન્યું છે અને એલ.એ.સી અંગેની ચીન ની દાવેદારી સામે ભારતે કેવી રીતે સહમતી બતાવે છે અને તે શું નિયંત્રિત કરે છે તેની અસર ભૂમિ સરહદ ના મુદ્દે નેપાળના ભારત સામે ના પડકાર પર પડશે.
શા માટે નેપાળ આ તબક્કે વિવાદિત પ્રદેશ પર તેના દાવાઓ પર જોર આપ્યુ છે ? શું તે વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી દ્વારા તેમની મુશ્કેલીઓથી દૂર કરવા માટે કરવામાં આવી રહ્યુ છે કે પછી ચીન દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જે આ ક્ષેત્રમાં ભારતના પ્રભાવને આક્રમક રીતે ઘટાડી રહ્યું છે?
વિવાદિત વિસ્તારો પચાવી પાડવાના નેપાળના પ્રયત્નોનો સમય, ચીન સાથે જોડાયેલો લાગે છે, પરંતુ એ માનવા માટે ઘણા કારણો છે કે બીજી બધી વાતો કરતા નવી દિલ્હી સાથેના ઓલીના કડવા સંબધો એ તેમને આ નિર્ણય લેવા પ્રોત્સાહિત કર્યા છે . ભારતીય સૈન્ય ચીફ જનરલ નવરણ એ જ્યારે નેપાળના કૃત્ય માટે ચીનને દોષી ઠેરવ્યું, ત્યારે કાઠમંડુ માં અને ઓલીના મગજમાં શું ચાલી રહ્યું હતુ તે પારખવા માં ભુલ ખાઇ ગયા હતા. આ મામલે થોડીક પીછે હઠ થઇ હતી પરંતુ એક સાર્વભૌમ સ્વતંત્ર દેશ નિર્ણય લેવામાં અસમર્થ થતા, કાઠમાંડુના શાસક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો . ત્યારબાદ ભારત ના દાવા વાળા ત્રણ એ સ્થળો પર, નેપાળી સરકાર એ ઓપચારિક સંપાદન માટે ઝડપ કરી હતી.
નવી દિલ્હી તેમના આ નિર્ણય અંગે શું વિચારશે તેની તપાસ કરવા માટે નેપાળીઓએ જરાયે ખચકાયા નથી અથવા તે પણ જાણ્યુ નથી કે વાટાઘાટો માટે તૈયાર છે કે કેમ. આ બિલ લાગુ થયા પછી જ ઓલી સરકારે નવી દિલ્હી સાથે વાત કરવાનું નક્કી કરીને કહ્યું કે તે ભારત સાથે વાત કરવા તૈયાર છે. આ અંગે નેપાળમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂતની ટિપ્પણી કરી કે , “હવે શું વાત કરવાની છે?” નેપાળ ને નવી દિલ્હી સાથે આટલો વિરોધભાવ કેમ અને વિવાદિત ક્ષેત્રોને કાબૂમાં લેવા જેવા પ્રતીકાત્મક કાર્યો નેપાળીઓ કેમ કરી રહ્યા છે તે જાણવા માટે જો ભારત સરકાર આત્મનિરીક્ષણ કરે તો ઘણા કારણો જાણવા મળશે.
ઓલીની શાસનની ગુણવત્તાની આકરી ટીકા થઈ છે. વૈશ્વિક રોગચાળાને અટકાવવા ઓલી ની નિષ્કાળજી અંગે યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રોગચાળા માટે પણ, ઓલીએ ભારત પર આરોપ લગાવ્યો કે, સૌથી વધુ વાયરલ સીમાપારથી આવે છે. સત્ય એ છે કે ખૂબ ઓછા લોકો ભારતથી પરત આવ્યા છે.