સાધ્વી પ્રાચીએ કહ્યું કે, દુષ્કર્મ રોકવા માટે એક ઉપાય છે, જે હૈદરાબાદની પોલીસે કર્યો છે. અને આ એન્કાઉન્ટર માટે હૈદરાબાદની પોલીસનું સન્માન કરવું જોઈએ.
સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન કહ્યું -'નકસલવાદ, આતંકવાદ-દુષ્કર્મ નેહરુ પરિવારની દેન' - વિશ્વ હિન્દુ પરિષદ
લખનઉ: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેતા સાધ્વી પ્રાચીએ કોંગ્રેસ પર નિશાન સાઘતા કહ્યું કે, નકસલવાદ, આતંકવાદ, દુષ્કર્મ, આ બધું નેહરુ પરિવાર દેન છે. મેરઠમાં એક પ્રાઇવેટ કાર્યક્રમમાં દરમિયાન આ વિવાદિત નિવેદિન આપ્યું છે.
![સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન કહ્યું -'નકસલવાદ, આતંકવાદ-દુષ્કર્મ નેહરુ પરિવારની દેન' prachi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5309677-thumbnail-3x2-sadhvi.jpg)
સાધ્વી પ્રાચી
સાધ્વી પ્રાચીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશની પોલીસે હૈદરાબાદ પોલીસથી શિખવું જોઈએ ઉન્નાવની ઘટનામાં આવી કાર્યવાહી થવી જોઇએ.
સાધ્વી પ્રાચીએ કહ્યું કે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને આડે હાથે લેતા કહ્યું કે, અખિલેશ જ્યારે સત્તામાં હોય છે. ત્યારે દુષ્કર્મીઓનો બચાવ કરે છે. અને આજે જ્યારે વિપક્ષમાં છે તો ધરણા કરી રહ્યાં છે.
Last Updated : Dec 8, 2019, 6:43 PM IST