નવી દિલ્હી : કોરોના સંકટની વચ્ચે, સુપ્રીમ કોર્ટે 17 ઓગસ્ટે NEET અને JEE ની મુખ્ય પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપી હતી, જેનો બિન-ભાજપ શાસિત રાજ્યો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આ રાજ્યો કહે છે કે કોરોના મહામારી વચ્ચે દેશભરમાં JEE અને NEET પરીક્ષાઓ આપીને વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે. પરીક્ષા યોજીને વિદ્યાર્થીઓને જીવને જોખમમાં ન મુકી શકાય.
NEET- JEE EXAM : સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી - NEET and JEE exams
સુપ્રીમ કોર્ટ શુક્રવારે NEET અને JEE પરીક્ષા વિરુદ્ધ 6 બિન-ભાજપ શાસિત રાજ્યોના પ્રધાનો દ્વારા દાખલ કરેલી અરજીઓ પર સુનાવણી કરશે. આ અરજીઓએ સર્વોચ્ચ અદાલતને તેના અગાઉના આદેશ પર ફેરવિચારણા કરવા તાકીદ કરી છે.
NEET - JEE EXAM
રાજ્યોના પ્રધાનો, જેઓ પરીક્ષાઓનો વિરોધ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશથી વિદ્યાર્થીઓના 'જીવનના અધિકાર'ની અવગણના કરવામાં આવી છે. NEET પરીક્ષાઓ 13 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે, જેમાં લાખો વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. તે જ સમયે, જેઇઇની મુખ્ય પરીક્ષાઓ 1 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે.