નવી દિલ્હી: સંયુકત પ્રવેશ પરીક્ષા JEE (MAIN) 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે લેવાશે. જ્યારે NEET 13 સપ્ટેમ્બરના રોજ યોજવાનું આયોજન છે. જેના માટે NTAએ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારી, એક સીટ છોડી બેસવું, દરેક પરીક્ષાખંડમાં ઓછામાં ઓછા ઉમેદવારોને બેસાડવા અને પ્રવેશ અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા કરવાના આદેશ આપ્યાં છે.
જો કે, પરીક્ષાને સ્થગિત કરવાની માંગ ઉઠી છે. જેને લઈ NTA નવી વ્યવસ્થા ઉભી કરવાના દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે. જેથી કોવિડ-19 મહામારીને લઈ પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવશે. શિક્ષા મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, પરીક્ષા નિર્ધારિત સમય પર જ લેવાશે. સંયુક્ત પ્રવેશ પરિક્ષા JEE (MAIN) 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે જ્યારે NEET 13 સપ્ટેમ્બરના રોજ યોજવાનું આયોજન છે.
NTAએ કહ્યું કે, JEE માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 570થી વધારી 660 કરવામાં આવી છે. જ્યારે NEET પરીક્ષા હવે 2,546 કેન્દ્રોને બદલે 3,843 કેન્દ્રો પર લેવાશે. JEE કોમ્પયૂટર આઘારિત પરીક્ષા છે. જ્યારે NEET પારંપારિક રીતે પેન અને કાગળ પર હોય છે. આ ઉપરાંત JEE-Mains પરીક્ષા દરેક પાળીમાં વિદ્યાર્થીઓની સંખ્યા હવે 1.32 લાખથી ઘટીને 85 હજાર થઈ ગઈ છે. એક પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા 24થી ઓછી કરી 12 કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ અને તેમના માતા-પિતાએ કોરોના મહામારીને લઈ પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, ઓડિશાના મુખ્યપ્રધાનન નવીન પટનાયક, દ્રમુક પ્રમુખ એમ.કે. સ્ટાલિન અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયા સહિત કેટલાક વિપક્ષી નેતાએ પણ પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરી રહ્યાં છે. જો કે, કોવિડ-19ને કારણે પરીક્ષા સ્થગિત કરવાના દિશા-નિર્દેશ કરવા દાખલ કરેલી અરજીને ગત્ત સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, આ વર્ષ JEE (Mains) પરીક્ષા માટે 9.53 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. જ્યારે NEET માટે 15.97 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.