પટના: બિહારના ભાજપના ધારાસભ્ય અને સુશાંતસિંહ રાજપૂતના ભાઇ નીરજ કુમાર બબલુએ શિવસેના નેતા અને રાજસભા સાંસદ સંજય રાઉતને તેમના ઇમેલ પર નોટીસ મોકલીને 48 કલાકની અંદર પોતાના વિવાદિત નિવેદન પર માફી માગવાનું કહ્યું છે.
માફી માંગે શિવસેના નેતા : સુશાંતનો ભાઇ

નીરજ બબલુએ પહેલાં ચેતવણી આપી હતી કે, સંજય રાઉત ઉગ્ર નિવેદનો આપી રહ્યાં છે. જો તે આ મામલે 48 કલાકની અંદર માફી નહીં માંગે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. નીરજ બબલુએ તેમના વકીલ રાહુલ દ્વારા સંજય રાઉતને અલ્ટીમેટમ મોકલ્યું છે.
સંજય રાઉતે શું કહ્યું હતું?
તમને જણાવી દઇએ કે, શિવસેના સાંસદ સંજય રાઉતે સુશાંતના પિતા પર આપતિજનક ટિપ્પણી કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, સુશાંતના પોતાના પિતા સાથે સારા સંબધ નહોતા. આવા નિવેદન બાદ વિવાદ થયો હતો.