નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, શહરોમાં બેરોજગારીનો ભોગ બનેલા લોકોની સહાય માટે 'મનરેગા' જેવી યોજનાઓ અને દેશમાં ગરીબો માટે 'ન્યાય' યોજનાનો અમલ કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, ગત લોકસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસે ન્યૂનતમ આવક ગેરંટી યોજનાનું (ન્યાય) વચન આપ્યું હતું અને કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે તે પાંચ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક 72-72 હજાર રૂપિયા આપશે.