નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર 2020-21 એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં 3,44,724 વિદ્યાર્થીઓએ અંડરગ્રેજ્યુએટ કોર્સમાં નોંધણી કરાવી છે, જ્યારે 2,28,534 વિદ્યાર્થીઓએ અરજી ફી પણ સબમિટ કરાવી દીધી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ છે.
દિલ્હી યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર 2020-21 માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ વધતા કોરોના વાઇરસ સંક્રમણને કારણે આ વખતે પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી છે. અત્યારસુધી 3,44,724 વિદ્યાર્થીઓએ અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે અરજી કરી છે. જ્યારે લગભગ 2,28,534 વિદ્યાર્થીઓએ અરજી ફી સબમિટ કરી દીધી છે.જેમાં સામાન્ય કેટેગરીમાં 1,49,706 વિદ્યાર્થીઓ, ઓબીસીમાં 42,171 વિદ્યાર્થીઓ, એસસીના 26,312 વિદ્યાર્થીઓ છે. એસટીના 4,540 વિદ્યાર્થીઓ અને ઇડબ્લ્યુએસના 5,805 વિદ્યાર્થીઓએ અરજી કરી છે.