નવી દિલ્હી : મંગળવારે લેફ્ટનન્ટ ગવર્નર સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધી રહી છે,તેને જોતા આશંકા છે કે 31 જુલાઈ સુધી રાજધાનીમાં સંક્રમણના આંકડા સાડા પાંચ લાખ સુધી પહોંચી શકે છે. આટલી મોટી સંખ્યામાં ચેપના કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકાર આ વ્યવસ્થા કરવા જઇ રહી છે.
જોકે , ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના નિર્ણયને બોલ્યો હતો અને કહ્યું હતું કે તમામ લોકોની સારવાર દિલ્હીના હોસ્પિટલમાં કરવામાં આવશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલે જે નિર્ણય કર્યો છે તે મુજબ દિલ્હી સરકાર કામ કરશે.જોકે તેણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના કેસ સત્તત વધી રહ્યા છે જે ચિંતાજનક છે.
બુધવારે રાત્રે આવેલા દિલ્હી સરકારના હેલ્થ બુલેટિનમાં જાણાવા મળ્યું કે, દિલ્હીમાં કોરોના સંક્રમિત સંખ્યા 32,810 પર પહોંચી ગઇ છે, જ્યારે એક દિવસમાં 1501 નવા કેસ સામે આવી રહ્યા છે અને એક દિવસમાં જ 48 લોકોના મોત નીપજ્યા હતા. કોરોનાને ધ્યાનમાં રાખીને હાલના દિવસની ગંભીરતાનું મૂલ્યાંકન કરવા માટે, 10 દિવસ પહેલાનો ડેટા પર નજર કરીએ તો 1 જૂન, દિલ્હીમાં કોરોના સંક્રમિત 20,834 કેસ હતા, ત્યારે 24 કલાકમાં 1290 નવા કેસ નોંધાયા હતા. ત્યારે 9 લોકોના મોત થયા હતા.જેથી કોરોનાથી મૃત્ય થયેલા લોકોની સંખ્યા 523 થઇ ગઇ છે.