- બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2020
- નીતિશ કુમાર લેશી સાતમી વખત શપથ
- બિહારમાં NDAની સરકાર
પટના : બિહાર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો NDA ગઠબંધનની સરકાર તરફમાં આવ્યો છે. બહુમતી માટે જરૂરી 122 બેઠકો કરતા ત્રણ વધુ NDAને મળી છે એટલે કે 125 બેઠકો NDAએ જીતી છે. ભાજપે 74 અને જેડીયુએ ત્રણ બેઠકો જીતી લીધી છે. ભાજપે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે નીતિશ કુમાર મુખ્યપ્રધાન બનશે. નીતિશ બિહારના સતત સાતમી વખત મુખ્યપ્રધાન પદનો કાર્યભાર સંભાળશે. તેઓ રાજ્યના 37માં મુખ્યપ્રદાન તરીકે શપથ લેશે.
નીતિશ કુમાર મુખ્યપ્રધાન બને, તો તેઓ સાતમી વખત શપથ લેશે
- તેઓ પ્રથમ વખત 03 માર્ચ 2000ના રોજ મુખ્યપ્રધાન બન્યા હતા, પરંતુ બહુમતીના અભાવે સાત દિવસમાં તેમની સરકાર પડી ગઇ.
- 24 નવેમ્બર 2005 ના રોજ બીજી વખત તેઓ મુખ્યપ્રધાન બન્યા
- 26 નવેમ્બર 2010ના રોજ ત્રીજી વખત મુખ્યપ્રધાન બન્યા.
- 2014 માં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, પરંતુ 22 ફેબ્રુઆરી 2015ના રોજ ચોથી વખત મુખ્ય પ્રધાન બન્યા.
- 20 નવેમ્બર 2015ના રોજ પાંચમી વખત મુખ્યપ્રધાન પદના શપથ લીધા.
- RJDનો સાથ છોડ્યો તો 27 જુલાઈ, 2017ના રોજ છઠ્ઠી વખત ભાજપની સાથે મળીને ચૂંટણી જીતી અને મુખ્યપ્રધાન બન્યા