ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NCWએ ગુજરાત DGPને લખ્યો પત્ર, મહિલા વિરુદ્ધ અભદ્ર વર્તન કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની કરી માંગ

NCWએ મહિલા બેન્ક કર્મીઓ સાથે અભદ્ર વર્તન કરનારા પોલીસ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને ગુજરાત ડીજીપીને પત્ર લખીને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

NCW
NCW

By

Published : Jun 24, 2020, 11:04 PM IST

નવી દિલ્હી: સુરતમાં બેન્ક પરિસરમાં મહિલા બેન્ક કર્મચારી પર પોલીસે કરેલા કથિત હુમલા બાદ આ વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ, રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાત ડીજીપીને પત્ર લખીને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવા અને દોષી સામે કડક પગલા લેવા જણાવ્યું છે.

ત્યારબાદ કમિશને તાત્કાલિક આ ઘટનાની નોંધ લીધી હતી અને ત્યારબાદ અનેક ટ્વિટ કરવામાં આવ્યા હતા જે કમિશનના ધ્યાનમાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર, વીડિયોમાં, પોલીસ કર્મચારી પોતાના યુનિફોર્મમાં ન હતો અને મહિલા કર્મચારીને માર મારતો હતો, તેમજ બેન્કના કર્મચારી સભ્યોને ધમકી પણ આપતો જોઇ શકાય છે, ઘટના બાદ મહિલાને ફ્રેક્ચર પણ થયું હતું.

આયોગે એક મહિલા બેન્કર પરની આ કથિત ક્રૂરતાની સખત નિંદા કરી હતી. જે મહિલા ફક્ત પોતાનું કામ કરી રહી હતી. એનસીડબ્લ્યુએ કહ્યું કે, દરેક સ્ત્રી કાર્યસ્થળ પર ગૌરવ અને સલામતીનું જીવન મેળવવા માટે હકદાર છે.

એનસીડબ્લ્યુએ જણાવ્યું છે કે, આયોગે ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને પણ પત્ર લખીને આ મામલે તાત્કાલિક તપાસ કરવા અને દોષિત સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

આ પહેલા નાણાંપ્રધાન નિર્મલા સીતારામને પણ આ ઘટનાની નોંધ લીધી હતી અને ટ્વિટ કરી કહ્યું હતું કે તેમણે સુરતના પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને ખાતરી આપી છે કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. '

ABOUT THE AUTHOR

...view details