ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રીય અનુસૂચિત આયોગની ટીમ સોમવારે સોનભદ્રની મુલાકાતે

નવી દિલ્હી: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની ટીમ સોમવારે ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન જમીન વિવાદમાં થયેલા નરસંહારની તપાસ કરવામાં આવશે. સોનભદ્રમાં જમીન વિવાદમાં બુધવારે આદિવાસી સમુદાયના 10 લોકોની હત્યા કરવામાં આવી હતી.

By

Published : Jul 20, 2019, 4:42 AM IST

Sonbhadra

NCSTના ઉચ્ચ અધિકારી નંદ કુમાર સાંઇની અધ્યક્ષતામાં આયોગની એક ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમ દ્વારા અહીં મૃતકો અને ઘાયલોના પરિવારના સભ્યોની મુલાકાત લેશે, સાથે જ તેઓ જિલ્લા પ્રશાશન અને પોલીસ સાથે બેઠક કરશે.

તો આ અંગે મળતી માહિતી મુજબ, NCST આયોગ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક, સોનભદ્રના જિલ્લા અધિકારીઓ અને પોલીસને નોટિસ પાઠવીને આ બાબતે કરવામાં આવેલી કાર્યવાહીના રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details