નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાસુસી મામલે એક કમિટીનું ગઠન કર્યુ છે. જે કમિટી દેશની હસ્તિઓની જસૂસી મામલે એક મહિનામાં રિપોર્ટ આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતની 10 હજાર હસ્તિઓ અને સંગઠનોની જાસૂસી થતી હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ ચીની રાજદુત સામે વિદેશ મંત્રાલય એ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ચીન દ્વારા ભારતની પ્રમુખ હસ્તિઓની જાસૂસી કરવામાં આવી રહી છે.
સુત્રો અનુસાર નેશનલ સાઈબર સિક્યોરીટી કો ઓર્ડિનેટર અંતર્ગત આ એક્સપર્ટ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટી પાસેથી 30 દિવસમાં રિપોર્ટ આપવાની માગ કરવામાં આવી છે. આના અંતર્ગત જેનહુઆ ડેટા લીક મામલે સરકારે આ રિપોર્ટોનુ અધ્યયન કરશે, તેનુ મુલ્યાંકન કરશે અને કાનુનના ઉલ્લંઘન મામલે આકલન કરવા માટે કમિટી બનાવવામાં આવી છે.