નવી દિલ્હીઃ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ NCPCRએ દરેક રાજ્યોને એક માર્ગદર્શિકા પ્રસિદ્વ કરી છે. જેમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
શ્રમજીવી પરિવારના બાળકોની કાળજી રાખે સ્થાનિક તંત્ર : NCPCR - શ્રમજીવી પરિવારના બાળકો
NCPCRએ શ્રમિકોના પગપાળા જવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યુ હતું કે, આ મજૂરો અને ગરીબોના બાળકોની સુરક્ષાની જવાબદારી સ્થાનિક તંત્રએ લેવી જોઈએ.
શ્રમજીવી પરિવારના બાળકોની કાળજી રાખે સ્થાનિક તંત્રઃ NCPCR
આયોગના અધ્યક્ષ પ્રિંયક કાનૂનગોએ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવોને આ માટે ઈમેઈલ કરીને સુચના આપી છે.
શ્રમજીવી પરિવાર અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકોને ખાવા-પીવાની અને આરોગ્ય લક્ષી સુવિધા મળતી રહે તેનું ધ્યાન રાખવા જણાવાયુ છે. જેનું મોનિટરીંગ કલેક્ટર કક્ષાના અધિકારીએ રાખવું જોઈએ. આ ઉપરાંત ચાઈલ્ડલાઈન સેવાની યાથાવત રાખવા કહેવામાં આવ્યું છે.