ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેવેન્દ્ર ફડણવીસનો દાવો- NCP બે વર્ષ પહેલા ભાજપને સમર્થન કરવા તૈયાર હતી - ઉદ્ધવ ઠાકરે સરકાર

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે દાવો કર્યો કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) બે વર્ષ પહેલા ભાજપ સાથે હાથ મિલાવવા માંગતી હતી. જો કે, આ મહારાષ્ટ્રમાં સરકારને નીચે પાડવા કે બદલવાનો સમય નથી.

ncp-wanted-to-join-hands-with-bjp-two-years-ago-fadnavis
દેવેન્દ્ર ફડણવીસનો દાવો- NCP બે વર્ષ પહેલા ભાજપને સમર્થન કરવા તૈયાર હતી

By

Published : Jun 23, 2020, 10:47 PM IST

પુણે: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે દાવો હતો કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) બે વર્ષ પહેલા ભાજપ સાથે હાથ મિલાવવા માંગતી હતી. દેશની સાથે સાથે મહારાષ્ટ્ર કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે, ત્યારે પૂણેમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ફડણવીસે દાવો કર્યો હતો કે, શરદ પવારની આગેવાનીવાળી એનસીપી બે વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારનો ભાગ બનવા માંગતી હતી.

વિધાનસભાના વિપક્ષી નેતાએ કહ્યું કે, "આ સમય સરકારનું મૂલ્યાંકન કરવાનો નથી, પણ કોરોના મુદ્દે પ્રશ્ન કરવાનો સમય છે. ખામીઓને ઉજાગર કરવાનો સમય છે. જો કે, આ ખામીઓને આધારે સરકારનું મૂલ્યાંકન કરવાનો સમય નથી. એવો પણ સમય નથી કે, મુખ્યપ્રધાન બદલવા જોઈએ કે આ સરકારની જરૂર નથી.

ફડણવીસે કહ્યું કે, મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ભાજપ સત્તાધારી શિવસેન-એનસીપી-કોંગ્રેસ સરકારની ખામીઓને ઉજાગર કરી રહી છે. ફડણવીસે કહ્યું કે, "આપણે ખાલી અવલોકન કરી ખામીઓને દૂર કરવા વિશે વિચારવાનું છે અને આ ખામીઓને સરકાર સામે મૂકવાની છે." એક સ્પષ્ટતા કરતા ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં બીજુ કોઈ રાજકીય સમીકરણ સર્જાઇ રહ્યું નથી. અમને સરકારને પાડવામાં કોઈ રસ નથી. વર્તમાન સરકાર કેવું કામ કરી રહી છે. એ દરેક નજરમાં છે, હું એને જુદી રીતે જોઈ રહ્યો છું."

એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુ ફડણવીસે કહ્યું કે, એનસીપી બે વર્ષ પહેલા જ્યારે હું મુખ્યપ્રધાન હતો, ત્યારે ભાજપ સાથે હાથ મિલાવવા માંગતી હતી. આ સંદર્ભે મીટિંગો થઈ હતી, પરંતુ અમારા વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, ભાજપ શિવસેના સાથેના સંબંધો તોડશે નહીં, પરંતુ એ આગળ ન વધી શક્યું.

ABOUT THE AUTHOR

...view details