ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ: NDA સાથે છેડો ફાડે તો શિવસેનાને સમર્થન, NCPની શરત - શિવસેના NDA સાથે સંબંધ તોડે

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર ગઠબંધનને લઈ અનેક પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. ભાજપ સરકાર બનાવવા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સરકાર રચવાનું આમંત્રણ નામંજૂર કરતા કહ્યું કે, શિવસેના આદેશનો અનાદર કરે છે. ત્યારબાદ રાજ્યપાલે શિવસેનાને આમંત્રણ મોકલ્યું હતું અને સોમવારે સાંજે 7.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન NCPએ શિવસેનાને આ શરત પર સમર્થન આપવાની ઘોષણા કરી છે કે, તે NDAએ સાથે પહેલા સંબંધ તોડે.

etv bharat

By

Published : Nov 10, 2019, 11:16 PM IST

મહારાષ્ટ્રમાં સરકારને લઈ દિવસ ભર થયેલી ચહલ-પહલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ નવી રાજરમત રમી છે. ભાજપથી દૂર થયેલી શિવસેનાને સમર્થન જોઈતુ હોય તો કેન્દ્ર સરકારમાંથી અને NDAમાંથી દૂર થવાની શરત NCPએ રાખતા રાજકારણ નવી દિશા તરફ જાય તેવા એંધાણ છે.

NCP નેતા નવાબ મલિકે મીડિયાને કહ્યું કે, જો શિવસેનાને સમર્થન આપવાનો સમય આવ્યો તો અમે આગળ વિચારશું, હજુ અમે શિવસેનાના કોઈ પણ પ્રસ્તાવ મળ્યો નથી. પવાર સાહબ દ્વારા જાહેર અંતિમ નિર્ણય કોંગ્રેસ અને રાકાંપા મળીને રહેશે.

નવાબ મલિકે કહ્યું કે, અમે 12 નવેમ્બરના રોજ ધારાસભ્યોની બેઠક બોલાવી છે.જો શિવસેના અમારું સમર્થન માંગે તો તે જાહેરાત કરે કે તેમનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) થી બહાર થવું પડશે. તેમના સમગ્ર પ્રધાનોને કેન્દ્રીય પ્રધાનમંડળ સાથે રાજીનામું આપવું પડશે.

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ભાજપ સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યુ છે. પરંતુ ભાજપે સરકાર બનાવવાનો ઈન્કાર કર્યો છે. ત્યારબાદ રાજ્યપાલે શિવસેનાને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. જેના માટે રાજયપાલે શિવસેનાને સોમવાર સાંજે 7:30 સુધીનો સમય આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details