આ પહેલા NCPના વરિષ્ઠ નેતા નવાબ મલિકે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદને લઈને મહત્વની વાત કહી હતી. તેમણે કહ્યું કે, આ સવાલ વાંરવાર પુછવામાં આવે છે કે, શિવસેનાના મુખ્યપ્રધાન બની ગયા ? CM પદને લઈને જ શિવસેના અને ભાજપાની વચ્ચે વિવાદ થયો હતો. તો નિશ્ચિત રૂપથી CM શિવસેનાનો જ હશે. આ સાથે જ તેઓએ કહ્યુ કે, શિવસેનાને અપમાનિત કરવામાં આવ્યા હતાં. તેમનું સ્વાભિમાન જાળવી રાખવું તે અમારી જવાબદારી બને છે.
કોઈ વચગાળાની ચૂંટણી નહિ, શિવસેના-NCP-કોંગ્રેસની સરકાર પુરા પાંચ વર્ષ ચાલશે: શરદ પવાર
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સહમતિ થવા લાગી છે. NCP, કોંગ્રેસ અને શિવસેનાના આંતરિક વિવાદોને અલગ રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે, મુખ્યપ્રધાન શિવસેનાનો જ હશે. NCPના નેતા શરદ પવારે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ચુકી છે. શનિવારે ત્રણેય પાર્ટીઓનું મંડળ રાજ્યપાલને મળશે. ઉલ્લેખનીય છે કે, ખેડુતોના મુદ્દાને લઈને રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.
કોઈ વચગાળાની ચૂંટણી નહિ, શિવસેના-NCP-કોંગ્રેસની સરકાર પુરા પાંચ વર્ષ ચાલશે: શરદ પવાર
NCPના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં વચગાળાની ચુંટણીને નકારતા કહ્યુ કે, રાજ્યમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર બનશે અને પાંચ વર્ષનો કાર્યકાળ પણ પુર્ણ કરશે. હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન છે. વધુમાં કહ્યુ કે, ત્રણેય પાર્ટીઓ સ્થાયી સરકાર બનાવવા ઈચ્છે છે. જેમાં વિકાસ મોખરે છે.
પવારે પત્રકારોને કહ્યુ કે, વચગાળાની ચુંટણીની કોઈ સંભાનવા નથી. અહીં સરકાર બનશે અને પુરા પાંચ વર્ષ ચાલશે.
Last Updated : Nov 15, 2019, 7:01 PM IST