રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને સમર્થન આપતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનવાની પ્રક્રિયા શરુ થઈ ચુકી છે. આ પહેલા NCPના નેતા નવાબ મલિકે જણાવ્યું કે, CM શિવસેનાનો જ રહેશે. મહારાષ્ટ્રમાં NCP, કોંગ્રેસ અને શિવસેનાના પ્રતિનિધિઓએ રાજ્યપાલને મળવા માટેની અંતિમ વ્યુહરચના બનાવી હતી.
મહારાષ્ટ્રમાં સરકાર બનવાની પ્રક્રિયા શરુ: શરદ પવાર - શિવસેના
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. NCP, કોંગ્રેસ અને શિવસેનાએ આંતરિક વિવાદો અલગ રાખી નિર્ણય કર્યો કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેમાં મુખ્ચ પ્રધાન શિવસેનાનો જ રહેશે. NCP આ વાતને સમર્થન આપ્યું છે. NCP અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનવાની પ્રક્રિયા શરુ થઈ ચુકી છે.
![મહારાષ્ટ્રમાં સરકાર બનવાની પ્રક્રિયા શરુ: શરદ પવાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5070682-thumbnail-3x2-pawar.jpg)
Maharashtra election news update
આ અગાઉ એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદને લઇને મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે આ સવાલ વારંવાર પૂછવામાં આવી રહ્યો છે કે, શિવસેનાના CM નક્કી થઈ ગયા? મુખ્યપ્રધાન પદ અંગે જ શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. જેથી CM તો નિશ્ચિતપણે શિવસેનાના જ હશે. આ સાથે જ ભાજપે શિવસેનાનું અપમાન કર્યુ છે. પરંતુ શિવસેનાનું સન્માન જાળવી રાખવુ એ અમારી જવાબદારી છે.