ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી સાથે NCP પ્રમુખ શરદ પવારની મુલાકાત

નવી દિલ્લી : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર મુલાકાત કરી છે. આ મુલાકાત પૂર્વે એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ખેડૂતોને ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. પવાર વડાપ્રધાન સાથે ખેડૂતો માટે રાહત પેકેજની માગ કરશે.

etv bharat

By

Published : Nov 20, 2019, 12:32 PM IST

Updated : Nov 20, 2019, 10:21 PM IST

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર મહારાષ્ટ્રના ખેડૂતોના મુદા પર સંસદમાં આજે વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે. પવાર-મોદી મુલાકાત પર પ્રતિક્રિયા આપતા શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન તો સમગ્ર દેશના હોય છે. મહારાષ્ટ્રના ખેડૂતોની સમસ્યાથી પ્રભાવિત છે. પવાર અને ઉદ્વવ ઠાકરે હંમેશા ખેડૂતોની ચિંતા કરે છે.

આ મુદા પર (NCP) નેતા નવાબ મલિકે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયું છે. પવાર વડાપ્રધાન સાથે ખેડૂતો માટે રાહત પેકેજની માગ કરશે.

15 નવેમ્બરના પવારે કમોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં પાકને ખુબ નુકશાન થયું છે. અને કહ્યું કે, ખેડૂતોને સહાય માટે કેન્દ્ર સરકાર અને સંબધીત પ્રધાન સાથે વાત કરશે.

તેમજ પવારે જિલ્લાના સરકારી અધિકારી સાથે પણ મુલાકાત કરી તેમજ નુકસાન થયેલા પાકનો સર્વે કરવા કહ્યું.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ અને શિવસેનાએ એક અલગ રસ્તો અપનાવ્યો છે. ત્યારબાદ શિવસેના કોંગ્રેસ અને (NCP) પાસે પહોચી છે.અત્યારસુધીમાં અનેક તબક્કાની વાતચીત બાદ પણ ત્રણેય પક્ષો વચ્ચે સરકાર બનાવવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Last Updated : Nov 20, 2019, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details