ઉદયનરાજ ભોંસલે એનસીપીના ચાર સાંસદો પૈકીના એક છે. શુક્રવારે મોડી રાત્રે ઉદયનરાજે દિલ્હી પહોંચ્યા હતાં. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમને લઈને પુણેથી દિલ્હી પહોંચ્યા હતાં. રાત્રે તેઓ લોકસભાના સ્પિકર ઓમ બિરલાને મળી સાંસદ સભ્ય તરીકેનું પોતાનુ રાજીનામુ સોંપ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભાજપમાં જોડાયા, NCP સાથે છેડો ફાડ્યો - udayanraje bhonshle join bjp
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના સતારાના એનસીપી સાંસદ ઉદયનરાજ ભોંસલેએ લોકસભાના સભ્ય તરીકે રાજીનામુ આપ્યુ છે. મોડીરાત્રે તેઓ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે દિલ્હી પહોંચ્યા હતાં. જ્યાં લોકસભા સ્પિકરને તેઓએ રાજીનામું આપી દીધુ હતું, ત્યારબાદ શનિવારે વહેલી સવારે તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સાંસદ ઉદયનરાજે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે.
છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભાજપમાં જોડાયા, NCP સાથે છેડો ફાડ્યો
છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને એનસીપીના સાંસદ ઉદયનરાજેએ બીજેપીમાં જોડાવવાના હોવાની જાહેરાત ટિવટર પર કરી દીધી હતી. આજે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ એનસીપીને આ મોટો ફટકો ગણી શકાય. પરંતુ એનસીપીએ દાવો કર્યો છે કે, તેમનો પક્ષ સતારા બેઠક ઉપર ફરીવાર જીત મેળવશે.
Last Updated : Sep 14, 2019, 11:02 AM IST