બાલા સાહેબ ઠાકરેની આજે પૂણ્યતિથિ, શિવસેના, NCP સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ - NCP
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકરણનો મોટો ચહેરો અને એક સમયે સત્તાની બહાર રહી સમગ્ર રાજ્યનું સંચાલન કરનારા સ્વ. બાલા સાહેબ ઠાકરેની આજે પૂણ્યતિથિ છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવસેના સહિત તમામ પક્ષોના નેતાઓ પહોંચી રહ્યાં છે.

BalasahebThackeray
શિવસેનાના સ્થાપક સ્વ. બાલા સાહેબ ઠાકરેની આજે 7મી પૂણ્યતિથિ છે. મહારાષ્ટ્રમાં સત્તા પર બિરાજ્યા વિના રાજ કરનારા નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવસેના અને NCP સહિતના પક્ષોના દિગ્ગજ નેતાઓ પહોંચી રહ્યાં છે. હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા ગરમાવા વચ્ચે શિવસેના, કોંગ્રેસ અને NCPએ કોમન મીનીમમ પ્રોગ્રામ પર સરકાર ગઠનની સહમતિ સધાઈ છે. ત્યારે એનસીપી નેતા છગન ભુજબલ અને જયંત પાટીલ બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ઘાંજલિ આપવા પહોંચ્યા હતા.