અજીત પવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, શરદ પવાર સોમવારે દિલ્હી જશે. ત્યાં તેમની અને સોનિયા ગાંધીની મુલાકાત થશે. બંને વચ્ચે આગામી રણનીતિ અંગે વાતચીત થઈ શકે છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનવાળી સરકારમાં નાયબ મુખ્યપ્રધાન રહેનાર અજીત પવારે શનિવારે સ્પષ્ટ કર્યુ હતું કે, બંને પક્ષોએ ચૂંટણી પરિણામ આવ્યા ત્યારથી નક્કી કરી લીધું હતું કે તેઓ વિપક્ષની ભૂમિકા ભજવશે.
સત્તાસંઘર્ષની વચ્ચે શરદ પવાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે શિવસેના અને ભાજપ વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે. આ વચ્ચે NCP પ્રમુખ શરદ પવાર સોમવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત. એનસીપીના નેતા અજીત પવારે આ જાણકારી આપી હતી.
સત્તાસંઘર્ષની વચ્ચે શરદ પવાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત
મહારાષ્ટ્રમાં કોઈ પાર્ટી કે ગઠબંધને હજુ સરકાર બનાવી નથી. આ વચ્ચે બંનેની મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
એવી અટકળો ચાલી રહી છે કે, શિવસેના મહારાષ્ટ્રમાં સત્તા હાંસિલ કરવા માટે NCP સાથે હાથ મિલાવી શકે છે. ભાજપને સત્તાથી દુર રાખવા કોંગ્રેસ બહારથી સમર્થન કરી શકે છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ જણાવ્યું છે કે, શિવસેનાને સમર્થન કરવું જોઈએ. જો કે શરદ પવાર પહેલા જ નિવેદન આપી ચૂક્યા છે કે તેમનો પક્ષ વિધાનસભામાં વિપક્ષમાં બેસશે.