દેવેન્દ્ર ફડવણીસ CM પદે શપથ લીધા બાદ કહ્યું કે, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યુ છે. સરકાર રચવા માટે મતદારોએ શિવસેના-ભાજપ ગઠબંધનને સમર્થન કર્યુ હતુ, પરંતુ તેની બદલે શિવસેનાએ અન્ય પક્ષોનો સંપર્ક કર્યો. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં વધુ સમય રાષ્ટ્રપતિ શાસન યોગ્ય નથી. જેથી અમે સ્થિર સરકાર આપવા માટે સરકાર બનાવી છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: દેવેન્દ્ર ફડણવીસે લીધા CM પદના શપથ, અજીત પવાર બન્યા નાયબ મુખ્યપ્રધાન - devendra fadvanis news
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બીજેપી અને એનસીપી વચ્ચે ગઠબંધનની સરકાર રચાઈ છે. દેવેન્દ્ર ફડવણીસે ફરી એકવાર મુખ્યપ્રધાન પદ તરીકે શપથ લીધા છે. જ્યારે એનસીપીના અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે.
NCP-BJP
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી સરકાર ગઠન પર શુભેચ્છા પાઠવી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી..
Last Updated : Nov 23, 2019, 11:12 AM IST